Yog Sadhna | યોગ સાધના.




યોગ સાધના કરવા માટેનો સમય:

બ્રહ્મમૂહુર્તનો  સમય સવારે ચાર થી છ વચ્ચે ના હોય છે.આ સમયગાળામાં ઊઠી જવું કારણ કે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં ઓઝોન વાયુ વધારે માત્રામાં હોય છે તે (ઓઝોન વાયુ) ફેફસા માટે ખૂબ ઉપયોગી છે તદુપરાંત આ સમયગાળા દરમિયાન વાતાવરણ ખૂબ જ શાંત અને શીતળ હોય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ દેવી-દેવતાઓની શક્તિઓથી વાતાવરણ પ્રભાવિત હોય છે તેથી પાઠ-પૂજન, હવન-યજ્ઞ , દાન-દક્ષિણા, જપ-તપ તેમજ યોગ સાધના જેવી આધ્યાત્મિક ક્રિયાઓ માટે બ્ર્હમમુહ્રતનો સમય શ્રેષ્ઠ ગણાય છે.

યોગ સાધના કરતાં પહેલાં સૌપ્રથમ પ્રાર્થના કરવી જરૂરી છે,પ્રાર્થના એ યોગસાધના નું પહેલું પગથિયું અથવા તો પૂર્ણ અવસ્થા કહી શકાયશાંત મને પ્રાર્થના કરવાથી શરીર તેમજ મનને વિશ્રામ મળે છે, આસન પ્રાણાયામ સરળતાથી કરી શકાય છે, તેમજ આસન પ્રાણાયામમાં ધ્યાન સરળતાથી થઈ શકે છે.

  • સૌપ્રથમ બંને પગની પલાંઠી વાળીને બેસવું, 
  • ગરદન તેમજ કરોડરજજુને સીધી રાખવી.
  • બંને હાથ બ્રહ્મમુદ્રામાં રાખો,બ્રહ્મમુદ્રા એટલે બંને હાથની ખુલ્લી હથેળી ગોઠણ  પર આકાશ તરફ તેમજ બધી જ આંગળીઓ એકબીજા ને અડેલી રહેશે.
  • ૩ થી ૪ લાંબા શ્વાસ લઈ અને છોડો (શ્વાસ લેવાની તેમજ છોડવાની પ્રક્રિયા નાક દ્વારા  થવી જોઈએ)
  • ૧૧ વાર ૐ નાદ કરી થોડીવાર ધ્યાન અવસ્થામાં બેસો,ત્યારબાદ પ્રાર્થના કરો.


પ્રાર્થના:

ॐकारं बिन्दुसंयुक्तं

नित्यं ध्यायन्ति योगिन ।

कामदं मोक्षदं चैव

ॐकाराय नमो नम :


ध्यानमूलं गुरुर्मूर्तिः

पूजामूलं गुरुर्पदम् ।

मन्त्रमूलं गुरुर्वाक्यं

मोक्षमूलं गुरूर्कृपा ॥


गुरूर ब्रह्मा गुरूर विष्णु,

गुरु देवो महेश्वरा

गुरु साक्षात परब्रह्म,

तस्मै श्री गुरुवे नमः


➥ પ્રાર્થના  પૂર્ણ થયા બાદ થોડીવાર ધ્યાન અવસ્થામાં બેસો.

➥ બંને હાથની હથેળી ઘસી આંખ પાર લઈ  જાઓ અને હથેળીમાં આંખને ખોલો.

➥ પ્રાર્થના થઈ ગયા બાદ બીજું ચરણ એટલે હળવી કસરત .

➥ હળવી કસરત માટે શરીર અને મનને તૈયાર કરી લો.


જયારે યોગસાધના પૂર્ણ થાય ત્યારે પુર્ણાહુતી પ્રાર્થના કરવી જે નીચવા મુજબ છે .

પ્રાર્થના કરતી વખતે શરીરની જે સ્થિતિ હતી તે સ્થિતિ પુર્ણાહુતી પ્રાર્થના કરતી વખતે રહેશે .

એકવાર ૐ નાદ કરીને ત્યારબાદ એક મિનિટ સુધી ધ્યાનમાં બેસો.


ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात् , पूर्ण मुदच्यते, 

पूर्णस्य पूर्णमादाय, पूर्ण मेवा वशिष्यते। 

ॐ शांति: शांति: शांतिः । 


માતા-પિતા અથવા ગુરુજી નો આભાર માની આંખને ખોલવી.


 #योगसाधना #ब्रह्ममुहरत #Brahmamuhurta #yogsadhana #myfitnessjourney