ઊંઘના પ્રકારો | Types of sleep.


Stages of Sleep The 8 Stages of Sleep Different Kinds of Sleep Sleep Cycle What are the 8 stages of sleep? different types of sleep types of sleep cycle types of crying sleep training types of sleep cycles

આપણાં પુરાતન શાસ્ત્રો, ગ્રંથો, લખાણો અને લોકસાહિત્યમાં ઊંઘ વિશે ઘણા ઉલ્લેખો મળે છે. જેમાં ઊંઘના વિવિધ પ્રકારોનું વર્ણન કરાયું છે. ઊંઘના આ પ્રકારો નીચે મુજબ નોંધી શકાય છે. 


 યોગનિદ્રા,
 કાગનિદ્રા,
 તંદ્રા, 
 ઘેન, 
 નિદ્રા, 
 સમાધિ, 
 શીતનિદ્રા, 
 અજરનિદ્રા. 

યોગિનદ્રા: 

આપણા અતિ પ્રાચીન ગ્રંથો જેવા કે માર્કડેયપુરાણ, દેવી ભાગવતપુરાણ અને વિષ્ણુપુરાણમાં અનેક જગ્યાએ યોગનિદ્રાના ઉલ્લેખો આવે છે. આદિ શંકરાચાર્યે પણ તેમનાં લખાજોમાં યોગનિદ્રા વિશે લખ્યું છે. 

યોગનિદ્રા યોગવિધાના સાધકો દ્વારા કરાતા યોગનો એક પ્રકાર છે. જેમાં યોગી પ્રગાઢ ઊંઘમાં હોવા છતાં જાગ્રત હોય છે. અહીં યોગી શારીરિક હલનચલન ત્યાગી ડે છે. સપનાનો તબક્કો પણ અતિક્રમી જાય છે અને પેરીનિદ્રા માણે છે અને છતાં સંપૂર્ણ સાગ રહે છે , અને તેના સૂક્ષ્મ શરીરથી વિશ્વના કોઈપણ સ્થળે પરીભ્રમણ કરી શકે છે. યોગિનદ્રા દરમિયાન યોગી પ્રણવ એટલે કે ‘ ઓમના ધ્યાનમાં ડૂબેલો હોય છે. યોગનિદ્રા નલગ અલગ પ્રકારના ધ્યાનમાં સૌથી ઊંડા પ્રકારનું ધ્યાન ગણાય છે . જેમાં યોગી સંપૂર્ણ સભાન રહીને પણ પોતાની ભીતરની શાંતિમાં ડૂબી જઈ શરીર, મન, ઇન્દ્રિયો અને મસ્તિષ્કને નીંદરનો આભાસ કરાવે છે. યોગનિદ્રાની સમાપ્તિ બાદ ખરેખર ઊંઘ માણી હોય તેના કરતાં પણ વિશેષ અને અવર્ણનીય શાંતિ , સ્થિરતા અને વૈચારિક શમનનો અનુભવ યોગીઓ કરે છે !

કાગનિદ્રા: 

કાગનિદ્રા કે કાગાનીદરનો ઉલ્લેખ આપણા લોકસાહિત્યમાં અને વાર્તાઓમાં આપણે ઘણી વખત સાંભળ્યો છે. કાગડો અને પક્ષીજગતનું અત્યંત ચાલાક અને સાથે સાવધ - જાગ્રત રહેતું પક્ષી છે. જરાક અવાજમાત્રથી તે નીદર ત્યાગી જાગ્રત થઇ જાય છે , તે જ રીતે અમુક લોકો એવી રીતે ઊંઘ છે કે બિલકુલ હળવી ખોલથી પણ તેમની ઊંઘ ઊડી જાય છે. આખી ઊંઘમાં પણ તેઓ જાગતા જ હોય એવું લાગે છે. ગુપ્તચરો , સૈનિકો અને અંગરક્ષકોની કળા અભ્યાસ દ્વારા કાગનિદ્રા હવાલે કરતા હતા , જેથી ગમે તે સમયે આવી પડતી વિપત્તિને પણ ચપળતાથી પહોંચી વળી શકાય. 

તંદ્રાઃ 

તંદ્રા એ ગાઢ નિદ્રા પહેલાંનો વિશિષ્ટ તબક્કો છે. ઊંઘ આવવાની સાથે વ્યક્તિનું જાગ્રત મગજ ધીમે ધીમે શાંત થતું જાય છે અને તે અર્ધજાગ્રત મન વડે કામ લેતો થાય છે. વૈજ્ઞાનિક રીતે આ તબક્કો ઊંધનો 1 તબક્કો અથવા ‘ પીટા તરંગો’નો તબક્કો કહી શકાય છે , જ્યારે ઊંઘની શરૂઆત થઇ હોય છે. તંદ્રામાં વ્યક્તિ તેની આજુબાજુના પર્યાવરણમાં થતા અવાજો , ઘટનાઓ અને પ્રકાશકીય ફેરફારોની નોંધ લેતો હોય છે , પરંતુ તેના પ્રત્યે તરત અને પૂર્ણ સભાનતાથી પ્રતિક્રિયા કરી શકતો નથી. તંદ્રાવસ્થા પૂરી થયા બાદ તે ગાઢ નિદ્રામાં સરકી જાય છે. 

ઘેન: 

અતિશય ગાઢ ઊંઘની અવસ્થામાં રહેલી વ્યક્તિ ઘેનની અસર નીચે છે તેમ કહેવાય છે . ઘેનમાં વ્યક્તિ તેની આજુબાજુ બનતા બનાવો, અવાજ, પીડા, સ્પર્શ વગેરેથી તદ્દન બેખબર બની જાય છે. તેને ઉઠાડવાના પ્રયત્નો કરવા છતાં સહેલાઈથી ઊઠતી નથી. જાણે ઊંઘની અસર હેઠળ તે બેભાન બની ગયો હોય તેમ લાગે છે , મહાભારતમાં પણ ઘેનનો ઉલ્લેખ આવે છે. ઘેનની દવાવાળા લાડુ ખવડાવી દઈને મહાબલિ ભીમને ઘેનમાં નાખ્યા બાદ કૌરવોએ તેના હાથ બાંધી તેને નદીમાં ફેંકી દીધો હતો એ વાર્તા તો આપણે સહુએ સાંભળી છે. અમુક વનસ્પતિઓ અને કુત્રિમ દવાઓ ઘેન ઉત્પન્ન કરે છે.

નિદ્રા: 

જાગ્રત અવસ્થામાંથી અજાગ્રત અવસ્થામાં પહોંચવાની ક્રિયાને નિદ્રા કહે છે. તંદુરસ્ત નિદ્રા માણ્યા બાદ વ્યક્તિ પ્રફુલ્લિતતા , આનંદ અને તાજગીનો અનુભવ કરે છે. 

સમાધિઃ 

શિવજીની માનસપૂજા કરતી શિવસ્તુતિમાં કહેવાયું છે કે, “ નિદ્રા સમાધિ સ્થિતિ... ’’ મતલબ કે, હે પ્રભુ , તમારી ભક્તિમાં મારી ઊંઘ પણ સમાધિ બની જાય એટલી ઉત્તમ બને. સમાધિ એ યોગક્રિયાનો સૌથી અંતિમ અને દીર્ઘ સાધનાના અંતે પ્રાપ્ત થવાનો તબક્કો છે. જે મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગસૂત્રનો સૌથી અંતિમ તબક્કો છે. સમાધિ દ્વારા યોગી શારીરિક અને ભૌતિક ક્રિયાઓ ત્યાગી મનની અંદર સ્થિર થઈ જાય છે. આત્મા અને પરમાત્માના મિલનનો અંતિમ અને સર્વશ્રેષ્ઠ તબક્કો સમાધિ ગણાય છે. જ્યાં પહોંચ્યા પછી સાધકને ફરીથી પાર્થિવ જગતમાં આવવાનું રહેતું નથી. યોગીઓ સમાધિને પણ એક પ્રકારની પ્રશાંત - પ્રગાઢ - ચિર નિદ્રા ’ ગણાવે છે, જેમાં જીવ શિવમાં લીન થઇ જાય છે. 

શીતનિદ્રા: 

ઠંડા લોહીવાળાં પ્રાણીઓ વિષમ આબોહવાવાળી પરિસ્થિતિ ટાળવા માટે પોતાના શ્વાસોચ્છ્વાસ તેમ જ ચયા - પચયની ક્રિયા મંદ કરી લગભગ નિષ્ક્રિય અવસ્થામાં સરકી જાય છે , જેને શીતસમાધિ તરીકે કે શીતનિદ્રા કહેવાય છે. પ્રતિકૂળ ઋતુ પૂરી થતાં લગભગ ત્રણથી છ મહિના બાદ આ જીવો ફરીથી પુનઃ જાગ્રત થઇ પોતાની જિંદગી પૂર્વવત્ જીવવા લાગે છે. આવા પ્રાણીઓમાં ધ્રુવ પ્રદેશનાં રીંછ, કાચબા, દેડકાં, સાપ અને બીજા ઘણા સિરસૃપોનો પણ સમાવેશ થાય છે. દા.ત. દેડકાને ઠંડુ વાતાવરણ અનુકુળ આવતું હોવાથી ઉનાળામાં દેખાતા બંધ થઇ જાય છે અને જેવું ચોમાસું ચાલુ થાય એટલે આવી જાય છે કારણ કે તેને અનુકુળ જગ્યાએ શીતનિદ્રા કરે છે. 

અજરનિદ્રા: 

અજરનિદ્રા એટલે ઊંઘમાંથી ક્યારેય ઊઠવું નહીં એટલે કે મૃત્યુ. 

Header Ads